Friday 22 November 2019

ઇંગ્લિશ ચેનલ પાર કરનારી ભારતની પ્રથમ મહિલા તૈરાક

આજથી લગભગ સીત્તેર એંશી વર્ષ પહેલા ભારતની સ્ત્રીઓનુ કાર્ય ઘરકામ અને રસોઇ સુધી જ સીમીત રહેતું ત્યારે કોઇ કન્યા સ્પર્ધામાં ઉતરે અને એ પણ તરવાની એ વાત સમાજ માટે નવાઇ ભરી હતી. કારણ કે એક સ્ત્રી તરતી વખતે જે વસ્ત્રોપહેરે, એ જ સમાજમાં ચર્ચાનો વિષય બની જાય તો પછી તરવાની તો વાત જ ક્યાં આવે.ભારત એક એવો દેશ છે જ્યાં સ્ત્રીઓને ઘર બહાર જવા માટે સાથ અથવા કે પરવાનગી લેવી પડતી છતાંય ભારતની સ્ત્રીઓએ અનેક વીટંબણાઓને પાર કરી નવા વિક્રમોનું સર્જન કર્યું છે.
બંગાળના આરતીસાહાએ દરેક અડચણો પાર કરી તરવાની સ્પર્ધામા પ્રથમ આવીને ભારતની મહિલાઓ સમક્ષ એક ઉદાહરણ સ્થાપ્યુ હતુ.
સ્ત્રી હોય કે પુરુષ દરેક ને સફળતા પ્રિય હોય છે.રમતગમત અને અન્ય ક્ષેત્ર ના ખેલાડીઓને સફળતા હાંસલ કરવા ખુબ મેહનત કરવી પડતી હોય છે.છતાંય સફળતા મેળશે ખાત્રી નથી હોતી.પણ છેવટ સુધીનો સંઘર્ષ કરવાની વૃત્તિ મોડી વહેલી સફળતા અપાવે છે.અમુક વર્ષો પેહલા ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રો માટે સુવિધાઓ મળતી નહોતી ત્યારે આરતી સાહાએ આર્થિક અને સામાજિક વિઘ્ન પાર કરી આગવી ઓળખ મેળવી હતી.

આરતી સાહાનો જન્મ 24 સપ્ટેમબર,1940 માં કોલકત્તામાં સાધારણ બંગાળી પરિવારમાં  થયો હતો.પિતાનુ નામ પંચુગોપાલ સાહા.ત્રણ સંતાનોમા આરતી બીજુ સંતાન અને બે બહેનોમા મોટી હતી.આરતીના જન્મ પછી થોડા સમયમા માતા મૃત્યુ પામી હતી.આરતી પોતાના દાદી સાથે રહેતી અને બીજા ભાઇ બહેન મામાને ત્યાં રહેતા.
ચાર વર્ષની ઉંમરથી ચંપતાલા ઘાટ પર નહાવા જતી ત્યારથી તરવાનુ શીખી ગઇ હતી.આરતીનો આ શોખ જોઇ પિતાએ એને હટખોલા સ્વિમિંગ ક્લબમા દાખલ કરી.માત્ર પાંચ વર્ષની ઉંમરે શૈલેન્દ્ર મેમોરિયલ સ્વિમિંગની સ્પર્ધામા સવર્ણ પદક જીતી.આરતી સાહાની આ પહેલી સફળતા હતી.110 મીટર લાંબી ફ્રી સ્ટાઇલ તૈરાકી કરી હતી.આરતી સાહાની આ શરૂઆત હતી.એ સમયે કોલકત્તા તૈરાકીનુ હબ ગણાતું.ગંગા નદીમા અવાર નવાર સ્પર્ઘા યોજાતી.
ગંગા નદીમાં યોજાતી સ્પર્ધામાં હંમેશા આરતીસાહા ભાગ લેતી. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર બ્રોંજેન દાસ અને મિહિરસેનથી આરતીસાહાને પ્રેરણા મળતી.

ચાર વર્ષથી કરીને 14 વર્ષની ઉમરમાં રાજકીય સ્તરે અને અન્ય પ્રતિયોગિતામાં આરતી સાહાએ ભાગ લીધો. રાજ્ય સ્તરની પ્રતિયોગિતામાં 1948 માં 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં રજત પદક મેળવ્યો.બ્રેસ્ટ સ્ટોક સ્ટાઇલમાં તૈરાક છાતીભેર તરે છે,માથુ સતત પાણીથી ઉપર રાખવાનુ હોય છે.ધડ હલાવાનુ નથી હોતુ. જેમ દેડકા પાણીમા તરતા જોવા મળે છે.
આ એક જુની પધ્ધતિ છે.200 મીટર ફ્રી સ્ટાઇલમાં કાંસ્ય પદક મેળવ્યો.1951માં પશ્ચિમ બંગાળમા માત્ર એક મિનિટમાં 37.6 સેકન્ડમાં 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં તરીને અન્ય તરનારી ડોલી નાઝિરનો રેકોર્ડ તોડ્યો.
1952 માં ભારત તરફથી ઓલિમ્પિકમાં ભાગ લીધો.જેમાં ભારત તરફથી ફક્ત ચાર મહિલા હતી અને આરતીસાહા  બઘા કરતાઓછી ઉમરવાળી સ્પર્ઘક હતી.
આ ઓલિમ્પિકમાં 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ભાગ લીધો.પણ ભારત પાછા આવ્યા બાદ તેમની  બેન ભારતી સાહાએ  100 મીટર ફ્રી સ્ટાઇલની તૈરાકી માં આરતી સાહાને હરાવી દીધી.આ હાર પછી ફક્ત બ્રેસ્ટ સ્ટ્રોક તૈરાકી પર જ ધ્યાન આપ્યું.
ઇગ્લિશ ચેનલ પાર કરવાની પ્રેરણા આરતીને બ્રોંજેનદાસ જે ભારતના પહેલા ઇંગ્લિશ ચેનલ પાર કરનાર હતા,તરફ થી મળી.
આરતી સાહાએ  તૈયારી શરુ કરી દીધી.રોજ સવારે કોલેજ જતા પહેલા બે કલાક તરવાનો અભ્યાસ કરતી.પછી દક્ષિણપૂર્વ રેલ્વેમા નોકરી પર જતી.સાંજે ઘરે આવીને ભણતરના પુસ્તકો વાંચતી.રજાના દિવસોમા છૂટક કામ કરી પૈસા ભેગા કરતી.આરતીસાહાને પૈસાની જરૂરત હતી.
હટકોલા સ્વિમિંગ ક્લબના સચિવ ડોક્ટર અરુનગુપ્તા જે પછી આરતી સાહાની સાથે પરણ્યા,અને આ સ્પર્ધામાં જરૂરી નાણાની જોગવાઈ કરવામાં મદદ રૂપ બન્યા.અન્ય તૈરાક અને સામાજિક કાર્યકરે ઘણી મદદ કરી.
ત્યારના મુખ્યમંત્રી બિધાનચંદરરોયે પણ નાણા ભંડોળ આપ્યું.રેલ્વેમા સાથે કામ કરનારા અધિકારીઓએ તરવાના અભ્યાસ માટે વધુ સમય ફાળવી આપ્યો.
ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુજીએ આરતીસાહાના પ્રયત્નને શાબાશી આપી.ત્યાર પછી સતત ટ્રેનિંગ શરુ કરી.
કલકત્તા વિશ્વવિધાલયે ભારત સરકારને ઇંગ્લિશચેનલતૈરાકીપ્રતિયોગિતામા ભાગ લેવા માટે આરતી સાહાનુ સૂચન કર્યુ.
13 એપ્રિલ 1959 માં દેશબંધુ પાર્કના તળાવમાં હજારો સમર્થકો સમક્ષ લગાતાર 8 કલાક તરવાની કલા પ્રસ્તુત કરી.24જુલાઈ 1959ના ઇગલેન્ડ પહોંચી અને ત્યાંથી ડોવર.ત્યાં પણ કલાકોનો અભ્યાસ ચાલુ રાખ્યો.
27 ઓગસ્ટ 1959ના દિવસે બપોરે એક વાગે બુટલીન  ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ સ્પર્ધા શરુ થઇ.આ ચેનલ દુનિયા ભરના તૈરાક માટે માનીતી છે.
કુલ 58 સ્પર્ધક હતા.જેમાં 5 મહિલા હતી.પણ જોઈએ એવું પ્રદર્શન ના કરી શકી.પણ આરતીએ હાર ન માની.  ત્યાર પછી 29 સપ્ટેમ્બર ના બીજા પ્રયાસે સફળતા મેળવી.કેપ ગ્રીસ નેઝ ફ્રાન્સથી શરૂઆત કરી ત્યારે જાણે સાગરની લહેરો આરતીને નિમંત્રણ આપવા આગળ આવી. સાથે ખુલી નાવમા કોચ પણ હતા.
એકાદ કલાક હવામાન શાંત રહ્યું અને સાગરપણ.આરતી મસ્તીમા છપાક છપાક એક જળપરીની જેમ પાણીમા સરતી રહી.અચાનક હવામાન બદલાયું. સાગર ઉછાળા મારવા લાગ્યો અને આરતી આમતેમ ફંગોળાઇ ગયી.શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી.સવારે સાડા પાંચે જળમા તરવાની શરુઆત કરી હતી અને સાંજના સાત વાગવા આવ્યા હતા.અંધારુ ધેરાવા લાગ્યુ હતું.વિપરીત વાતાવરણમા શ્વાસ લેવામા તકલીફ પડતી હતી.નાવમા બેઠેલા કોચને પરિસ્થિતી કહી.કોચે કહ્યું કરો યા મરો.અને ફરી જોશ સાથે આરતી તરવા લાગી.
ચારે તરફ અથાગ અને ઠંડુ જળમા હાડકા તૂટવા લાગ્યા.નાવમા બેઠેલા લોકોએ તો ધાબળા ઓઢ્યા હતા અને નાસ્તા કોફીની લહેજત માણી રહ્યા હતા.
લગાતાર 16 કલાક 20 મીનીટ તૈરાકી કરતી રહી.સામે આવતી દરીયાની ઊંચી લહેરોંનો સામનો કર્યો.સામે પારના દર્શકોએ આરતીના સાહસને હર્ષ ધ્વનિ કરી બિરદાવ્યું.આરતીના હાથ પગમા ચીરા પડી ગયા હતા અને લોહી ટપકતુ હતુ.ખારા પાણીથી જીભ જાડી થઇ ગયી હતી.પણ સફળતાએ સઘળુ ભૂલાવ્યુ. સાહસ અને સંકલ્પની જીત.42 મીલ ની યાત્રા કરી ઇગલેન્ડ પોહચી.ભારત નો ધ્વજ લહેરાવ્યો.વિજયાલક્ષ્મી પંડિત અને જવાહરલાલ નેહરૂએ વધાઈ આપી.30 તારીખે ઓલ ઇન્ડિયા રેડિયો પર આ સમાચાર પ્રસારીત થયા. દુનિયામાં ભારતને ગૌરવ મળ્યું.આ સફળતા માત્ર 19 વર્ષની ઉંમરે મેળવી.
ત્યાર પછી ભારત પરત આવીને પોતાના મેનેજર ડોક્ટર અરુણ ગુપ્તા સાથે વિવાહ કર્યા.અરુણકુમારે વિવાહ પહેલા આરતીને દરેક પ્રયાસોમાં સાથ આપ્યો હતો.આરતી સાથે ઇગલેન્ડ પણ ગયા હતા.એક પુત્રી અર્ચના છે જે રેલ્વેમા કાર્ય કરે છે.
1960 માં પદ્મશ્રી નું સન્માન મેળવ્યું.1998 માં પોસ્ટલ વિભાગે આરતીસાહા ના માનમા  પોસ્ટલ ટિકિટ બહાર પડી હતી.


4 ઓગસ્ટ 1994મા  કમળાની બીમારીમાં આરતીસાહાનું મૃત્યુ થયું.
63 વર્ષ પહેલા ઇંગલીશ ચેનલ પાર કરવા વળી પહેલી એશિયન મહિલા હતી.
ભારતીય નારીનો મહાન વિજય.


Sunday 29 September 2019

ભારતની પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઇ ગોપાલરાવ જોશી.

આજે આપણા ભારત દેશમાં અનેક મહિલા ડૉક્ટર જોવા મળે છે.આપણા રહેવાના સ્થળ આસપાસ જ આપણને મહિલા ડોક્ટર્સ મળી જાય છે. પ્રસુતી સમયે આપણી બહેનો સારા ગાયનેકની સલાહ નવ મહિના સુધી લે છે. પરંતુ એક સમય એવો હતો જયારે મહિલા ડૉક્ટર હોય શકે એ વિચારવું અશક્ય હતું.હા, બાળજન્મ માટે અનુભવી કે શિખાઉ દાયણો જોવા મળતી.

મહિલા સશક્તિકરણ કે women empowerment જેવા શબ્દો  સમાજમાં સાંભળવા મુશ્કેલ હતા. સ્ત્રીઓતો ઘર ની ચાર દીવારમાં જ શોભે આવી માન્યતા.સ્ત્રીઓ બીજા દરજ્જાની નાગરિક કહેવાતી.
સ્ત્રી શિક્ષણનું તો નામ જ ના લેવાય. સ્ત્રી જન્મ જ ભાર રૂપ લાગતો. દીકરી સાપ નો ભરો આવી કેહવતો કહી કહી ને બાળ લગ્ન કરાવી દેતા. જે બાળકી હજી માંડ આઠ દસ વર્ષ માતા પિતાની સાથે રહી હોય એ બાળકી બાકીનું શેષ જીવન સાસરામાં વિતાવતી.ક્યારેક તો બાળકીઓને મોટી ઉંમરના અને વિધુર પુરુષ સાથે પણ પરણાવાતી.દાન દહેજની સમસ્યામાં માતાપિતા આવી રીતના વિવાહ કરતા અચકાતા નહીં.

આવા સંકુચિત સમાજમાં 1865 ની સાલ માં 31 માર્ચના દિવસે યમુનાનો જન્મ થયો.પિતાનું નામ ગણપતરાવ જોશી અને માતાનું નામ ગંગાબાઈ જોશી, થાણેમાં રહેતો રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવાર.આ બાળકીના બાળવિવાહ થયા માત્ર નવ વર્ષ ની વયે  વિધુર ગોપાલરાવ વિનાયકરાવ જોશી સાથે. જે બાળકી યમુના કરતા વીસેક વરશ મોટા.લગ્ન પછી  નામ બદલાઈ ને આનંદીબાઈ રખાયું.પતિ ગોપાલરાવ કલ્યાણ પોસ્ટ ખાતામાં સરકારી નોકરી કરતા. સંકુચિત સમાજ હોવા છંતા એમના સુધારાવાદી વિચારો હતા.સ્ત્રીશિક્ષણના હિમાયતી હતા.આનંદીબાઈએ સંસ્કૃત અને અંગ્રેજી શિક્ષણ મેળવ્યું . પતિ ગોપાલરાવે ખુબ પ્રોત્સાહન આપ્યું.પણ સમાજમાં તો વિરોધ થયો. ખ્રિસ્તી શાળામાં ભણી હિન્દુ ધર્મનો સત્યનાશ વાળ્યો એવું લોકો કેહતા. પણ આનંદીબાઈ મજબૂત ઈરાદો રાખવા વાળા હતા.એક ગોરી ખ્રિસ્તી સ્ત્રી સાથે આનંદીબાઈ ઘોડાઘાડીમાં શાળાએ જતા.પણ એ વખતે સમાજ તો વિરોધ કરતો સાથે આ ગોરા પણ આપણને કાળા કહી ધુત્કારતા. આ ગોરી બાઈ આનંદીને પોતાની બાજુ માં બેસવા ના દેતી.એના પગ પાસે બેસી ને આનંદીબાઈ શાળાએ જતા.

આનંદીબાઈ ને બાળવયમાં જ પુત્ર જન્મ થયો પણ થોડા દિવસમાં જ પુત્ર મરણ પામ્યો. એક તો માતા બાળકી કાચી ઉંમરની, ઘરમાં જ પ્રસુતિ થાય. સાધન અને જ્ઞાનનો અભાવ.  એ સમયમાં માતા અને બાલ મરણનો આંક ઉંચો રહેતો.બાલિકા આનંદીબાઈને પુત્રમરણનો આઘાત બહુ લાગ્યો.પણ આ ઘટના એમના માટે પ્રેરણા આપનારી રહી.આનંદીબાઈએ ડૉક્ટર બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો.આ સમય દરમ્યાન ગોપાલરાવની બદલી કલકત્તા થઇ.કલકત્તામાં આ દંપતિને સમાજ સુધારકો,ખ્રિસ્તી મિશનરી અને વિદેશીઓનો સંપર્ક થયો.વિદેશમાં સ્ત્રીઓ માટે તબીબી ભણતરની કોલેજો છે તેની માહિતીઓ મળી.
 આનંદીબાઈએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાનો નિર્ણય કર્યો. પતિ ગોપાલરાવે  1880 માં અમેરિકાના જાણીતા મિશનરી રોયલવિલ્ડર સાથે પત્ર વ્યવહાર કરી ને આનંદીબાઈને અમેરિકા મોકલવા તૈયાર કર્યા. ગાંધીજી વિલાયત ગયા એના પાંચ વર્ષ પેહલા આનંદીબાઈ એકલા વિલાયત ગયા. તે સાલ હતી 7એપ્રિલ 1883. પતિ ગોપાલરાવે ડોક્ટર રોયલવિલ્ડર સાથે મિશનરી માં પત્ર વહેવાર કરીઆનંદી ને અમેરિકા મોકલવા ભલામણ કરી.રોયલવિલ્ડરે સુવિધા આપવાની તૈયારી બતાવી પણ ખ્રિસ્તી ધર્મ અપનાવાની વાત કરી બંને પતિ પત્નીએ આ વાત ઠુકરાવી.ન્યૂજર્સી માં રહેતી થીયોડેસીયા કાર્પેન્ટર નામની મહિલાને આ વાતની ખબર પડી.થીયૉડેસીયા ગોપલરાવ થી પ્રભાવિત થઇ.થીયૉડેસીયાએ જોશી દંપતી સાથે મિત્રતા કેળવી.કલકત્તાના રહેવાસ દરમ્યાન આનંદીબાઇને વારંવાર માથાદુંખવાની,શ્વાસ લેવામાં તકલીફ થવું જેવી બિમારી થયા કરતી .થીયોડેસીયા અમેરીકાથી દવા મોકલતી.આખરે   પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આનંદીબાઈ ને પ્રવેશ મળી ગયો.કલકત્તાથી દરિયાઇ માર્ગે અમેરિકા જવાની તૈયારી કરી. મરાઠી સમાજમાં ઉહાપો થઇ ગયો.તે વખતે આનંદીબાઈએ માત્ર ઓગણીસ  વર્ષની વયે સેરામપોર કોલેજમાં ભાષણ કરી ને કહ્યું અત્યારે ભારતમાં મહિલા ડોક્ટરની ખુબજ  જરૂર છે.અને પોતે ભારત માં મહિલા મેડિકલ કોલેજ શરુ કરવા માંગે છે.આ ભાષણની ધારી અસર થઇ અને ભારતમાંથી આનંદીબાઈ ને આર્થિક મદદ મળી ગયી.જૂન 1883 માં આનંદીબાઈ દરીયાઇ માર્ગે બે મહીનાની મુસાફરી કરી અમેરીકા પહોંચ્યા. થીયોડેસીયાએ તેમનું સ્વાગત કર્યુ.ભારતની આ પ્રથમ મહિલા હતી જેણે અમેરિકાની ધરતી પર પગ મુક્યો.
ત્યાં પણ સંધર્ષ ઓછો નહતો.ભાડુ બચાવા રહેતા તે ઘરમાં સમાધાન કરવું પડતું.કડકડતી ટાઢમાં પણ ભારતીય પહેરવેશ સાડી જ પહેરતા. ત્યાંની ઠંડીને કારણે આનંદીબાઇ ફેંફસા અને શ્વાસની  બિમારીનો ભોગ બન્યા.પણ ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખ્યો.1885માં ગોપાલરાવ પોતે અમેરિકા પહોંચી ગયા.
આખરે 1886 ના 11માર્ચ મહિનામાં ભારતના પ્રથમ મહિલા ડોક્ટર બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું.M.D. ની ઉપાધિ મેળવી.ડૉક્ટર ઈન મેડિસિન એકવીસ વર્ષની વયે થયા.તેજ વર્ષે ઓક્ટોબરમાં ભારાત પરત
આવ્યા.મહારાષ્ટ્રના કોલ્હાપૂરમાં આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલમાં સ્ત્રીતબીબ તરીકે કામગીરી શરુ કરી.
પણ 1887 ફેબ્રુઆરીમાં ટી. બી. ની બીમારીમાં આનંદીબાઇનું અકાળ અવસાન થયું.માત્ર એકવીસ વર્ષની ઉંમર હતી.મહારાષ્ટ્રિયન સમાજમાં શોકની લાગણી થઇ.થીયોડિસિયા કાર્પેન્ટરને ખૂબ જ આધાત લાગ્યો.આનંદીબાઇના પરિવારે તેમની રાખ અમેરિકા મોકલી જ્યાં સમાધિરુપે સચવાયેલી છે.

અમેરિકાની વિનસમેગલન ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા મહિલાઓને સન્માન આપવાના હેતુથી સૌરમંડળના તેજસ્વી શુક્રના તારામાં રહેલા વિવિધ ખાડાને નામ આપે છે,જેમાં એક મહાકાય ખાડાને આનંદીરાવજોશી નામ આપ્યું છે.
ડોક્ટર,એન્જિનિયરીગ,ટેકનોલોજી,સ્પેસ જેવા ક્ષેત્રે પુરુષોનો ઇજારો રહેતો.
સ્ત્રીઓ સામાજિક પરંપરાની બહાર નીકળી આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવા ઘર બહાર નીકળી ન શકતી.પણ આવી મુશ્કેલીઓ સામે લડીને મહિલાઓને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા માટે પ્રેરણા આપનાર અને સમાજમાં અમૂલ્ય યોગદાન આપનાર આનંદીરાવ જોશીને ઇતિહાસ હંમેશા યાદ કરે છે અને કરતો કરશે.

આજના જમાનામાં સ્ત્રી સશક્તિકરણ નામે ઘણું સાંભળવા મળે છે. જે સ્ત્રી કાયમ સશક્ત હતી પછી અબળા કહીને પછાડી અને હવે પછી સશક્ત કરવાના ધમપછાડા. આનંદીબાઈ નું જીવન અને સંધર્ષ, ખરા સ્ત્રીસશક્તિકરણનો પડઘો છે.