આજે આપણા ભારત દેશમાં અનેક મહિલા ડૉક્ટર જોવા મળે છે.આપણા રહેવાના સ્થળ આસપાસ જ આપણને મહિલા ડોક્ટર્સ મળી જાય છે. પ્રસુતી સમયે આપણી બહેનો સારા ગાયનેકની સલાહ નવ મહિના સુધી લે છે. પરંતુ એક સમય એવો હતો જયારે મહિલા ડૉક્ટર હોય શકે એ વિચારવું અશક્ય હતું.હા, બાળજન્મ માટે અનુભવી કે શિખાઉ દાયણો જોવા મળતી.
મહિલા સશક્તિકરણ કે women empowerment જેવા શબ્દો સમાજમાં સાંભળવા મુશ્કેલ હતા. સ્ત્રીઓતો ઘર ની ચાર દીવારમાં જ શોભે આવી માન્યતા.સ્ત્રીઓ બીજા દરજ્જાની નાગરિક કહેવાતી.
સ્ત્રી શિક્ષણનું તો નામ જ ના લેવાય. સ્ત્રી જન્મ જ ભાર રૂપ લાગતો. દીકરી સાપ નો ભરો આવી કેહવતો કહી કહી ને બાળ લગ્ન કરાવી દેતા. જે બાળકી હજી માંડ આઠ દસ વર્ષ માતા પિતાની સાથે રહી હોય એ બાળકી બાકીનું શેષ જીવન સાસરામાં વિતાવતી.ક્યારેક તો બાળકીઓને મોટી ઉંમરના અને વિધુર પુરુષ સાથે પણ પરણાવાતી.દાન દહેજની સમસ્યામાં માતાપિતા આવી રીતના વિવાહ કરતા અચકાતા નહીં.
આવા સંકુચિત સમાજમાં 1865 ની સાલ માં 31 માર્ચના દિવસે યમુનાનો જન્મ થયો.પિતાનું નામ ગણપતરાવ જોશી અને માતાનું નામ ગંગાબાઈ જોશી, થાણેમાં રહેતો રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવાર.આ બાળકીના બાળવિવાહ થયા માત્ર નવ વર્ષ ની વયે વિધુર ગોપાલરાવ વિનાયકરાવ જોશી સાથે. જે બાળકી યમુના કરતા વીસેક વરશ મોટા.લગ્ન પછી નામ બદલાઈ ને આનંદીબાઈ રખાયું.પતિ ગોપાલરાવ કલ્યાણ પોસ્ટ ખાતામાં સરકારી નોકરી કરતા. સંકુચિત સમાજ હોવા છંતા એમના સુધારાવાદી વિચારો હતા.સ્ત્રીશિક્ષણના હિમાયતી હતા.આનંદીબાઈએ સંસ્કૃત અને અંગ્રેજી શિક્ષણ મેળવ્યું . પતિ ગોપાલરાવે ખુબ પ્રોત્સાહન આપ્યું.પણ સમાજમાં તો વિરોધ થયો. ખ્રિસ્તી શાળામાં ભણી હિન્દુ ધર્મનો સત્યનાશ વાળ્યો એવું લોકો કેહતા. પણ આનંદીબાઈ મજબૂત ઈરાદો રાખવા વાળા હતા.એક ગોરી ખ્રિસ્તી સ્ત્રી સાથે આનંદીબાઈ ઘોડાઘાડીમાં શાળાએ જતા.પણ એ વખતે સમાજ તો વિરોધ કરતો સાથે આ ગોરા પણ આપણને કાળા કહી ધુત્કારતા. આ ગોરી બાઈ આનંદીને પોતાની બાજુ માં બેસવા ના દેતી.એના પગ પાસે બેસી ને આનંદીબાઈ શાળાએ જતા.
આનંદીબાઈ ને બાળવયમાં જ પુત્ર જન્મ થયો પણ થોડા દિવસમાં જ પુત્ર મરણ પામ્યો. એક તો માતા બાળકી કાચી ઉંમરની, ઘરમાં જ પ્રસુતિ થાય. સાધન અને જ્ઞાનનો અભાવ. એ સમયમાં માતા અને બાલ મરણનો આંક ઉંચો રહેતો.બાલિકા આનંદીબાઈને પુત્રમરણનો આઘાત બહુ લાગ્યો.પણ આ ઘટના એમના માટે પ્રેરણા આપનારી રહી.આનંદીબાઈએ ડૉક્ટર બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો.આ સમય દરમ્યાન ગોપાલરાવની બદલી કલકત્તા થઇ.કલકત્તામાં આ દંપતિને સમાજ સુધારકો,ખ્રિસ્તી મિશનરી અને વિદેશીઓનો સંપર્ક થયો.વિદેશમાં સ્ત્રીઓ માટે તબીબી ભણતરની કોલેજો છે તેની માહિતીઓ મળી.
આનંદીબાઈએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાનો નિર્ણય કર્યો. પતિ ગોપાલરાવે 1880 માં અમેરિકાના જાણીતા મિશનરી રોયલવિલ્ડર સાથે પત્ર વ્યવહાર કરી ને આનંદીબાઈને અમેરિકા મોકલવા તૈયાર કર્યા. ગાંધીજી વિલાયત ગયા એના પાંચ વર્ષ પેહલા આનંદીબાઈ એકલા વિલાયત ગયા. તે સાલ હતી 7એપ્રિલ 1883. પતિ ગોપાલરાવે ડોક્ટર રોયલવિલ્ડર સાથે મિશનરી માં પત્ર વહેવાર કરીઆનંદી ને અમેરિકા મોકલવા ભલામણ કરી.રોયલવિલ્ડરે સુવિધા આપવાની તૈયારી બતાવી પણ ખ્રિસ્તી ધર્મ અપનાવાની વાત કરી બંને પતિ પત્નીએ આ વાત ઠુકરાવી.ન્યૂજર્સી માં રહેતી થીયોડેસીયા કાર્પેન્ટર નામની મહિલાને આ વાતની ખબર પડી.થીયૉડેસીયા ગોપલરાવ થી પ્રભાવિત થઇ.થીયૉડેસીયાએ જોશી દંપતી સાથે મિત્રતા કેળવી.કલકત્તાના રહેવાસ દરમ્યાન આનંદીબાઇને વારંવાર માથાદુંખવાની,શ્વાસ લેવામાં તકલીફ થવું જેવી બિમારી થયા કરતી .થીયોડેસીયા અમેરીકાથી દવા મોકલતી.આખરે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આનંદીબાઈ ને પ્રવેશ મળી ગયો.કલકત્તાથી દરિયાઇ માર્ગે અમેરિકા જવાની તૈયારી કરી. મરાઠી સમાજમાં ઉહાપો થઇ ગયો.તે વખતે આનંદીબાઈએ માત્ર ઓગણીસ વર્ષની વયે સેરામપોર કોલેજમાં ભાષણ કરી ને કહ્યું અત્યારે ભારતમાં મહિલા ડોક્ટરની ખુબજ જરૂર છે.અને પોતે ભારત માં મહિલા મેડિકલ કોલેજ શરુ કરવા માંગે છે.આ ભાષણની ધારી અસર થઇ અને ભારતમાંથી આનંદીબાઈ ને આર્થિક મદદ મળી ગયી.જૂન 1883 માં આનંદીબાઈ દરીયાઇ માર્ગે બે મહીનાની મુસાફરી કરી અમેરીકા પહોંચ્યા. થીયોડેસીયાએ તેમનું સ્વાગત કર્યુ.ભારતની આ પ્રથમ મહિલા હતી જેણે અમેરિકાની ધરતી પર પગ મુક્યો.
ત્યાં પણ સંધર્ષ ઓછો નહતો.ભાડુ બચાવા રહેતા તે ઘરમાં સમાધાન કરવું પડતું.કડકડતી ટાઢમાં પણ ભારતીય પહેરવેશ સાડી જ પહેરતા. ત્યાંની ઠંડીને કારણે આનંદીબાઇ ફેંફસા અને શ્વાસની બિમારીનો ભોગ બન્યા.પણ ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખ્યો.1885માં ગોપાલરાવ પોતે અમેરિકા પહોંચી ગયા.
આખરે 1886 ના 11માર્ચ મહિનામાં ભારતના પ્રથમ મહિલા ડોક્ટર બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું.M.D. ની ઉપાધિ મેળવી.ડૉક્ટર ઈન મેડિસિન એકવીસ વર્ષની વયે થયા.તેજ વર્ષે ઓક્ટોબરમાં ભારાત પરત
આવ્યા.મહારાષ્ટ્રના કોલ્હાપૂરમાં આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલમાં સ્ત્રીતબીબ તરીકે કામગીરી શરુ કરી.
પણ 1887 ફેબ્રુઆરીમાં ટી. બી. ની બીમારીમાં આનંદીબાઇનું અકાળ અવસાન થયું.માત્ર એકવીસ વર્ષની ઉંમર હતી.મહારાષ્ટ્રિયન સમાજમાં શોકની લાગણી થઇ.થીયોડિસિયા કાર્પેન્ટરને ખૂબ જ આધાત લાગ્યો.આનંદીબાઇના પરિવારે તેમની રાખ અમેરિકા મોકલી જ્યાં સમાધિરુપે સચવાયેલી છે.
અમેરિકાની વિનસમેગલન ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા મહિલાઓને સન્માન આપવાના હેતુથી સૌરમંડળના તેજસ્વી શુક્રના તારામાં રહેલા વિવિધ ખાડાને નામ આપે છે,જેમાં એક મહાકાય ખાડાને આનંદીરાવજોશી નામ આપ્યું છે.
ડોક્ટર,એન્જિનિયરીગ,ટેકનોલોજી,સ્પેસ જેવા ક્ષેત્રે પુરુષોનો ઇજારો રહેતો.
સ્ત્રીઓ સામાજિક પરંપરાની બહાર નીકળી આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવા ઘર બહાર નીકળી ન શકતી.પણ આવી મુશ્કેલીઓ સામે લડીને મહિલાઓને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા માટે પ્રેરણા આપનાર અને સમાજમાં અમૂલ્ય યોગદાન આપનાર આનંદીરાવ જોશીને ઇતિહાસ હંમેશા યાદ કરે છે અને કરતો કરશે.
આજના જમાનામાં સ્ત્રી સશક્તિકરણ નામે ઘણું સાંભળવા મળે છે. જે સ્ત્રી કાયમ સશક્ત હતી પછી અબળા કહીને પછાડી અને હવે પછી સશક્ત કરવાના ધમપછાડા. આનંદીબાઈ નું જીવન અને સંધર્ષ, ખરા સ્ત્રીસશક્તિકરણનો પડઘો છે.